મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી


SHARE





ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી

ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને તેના દીકરા અને દીકરીના લગ્ન તથા મકાનના રિનોવેશન કામ માટે રૂપિયાની જરૂર હતી જેથી કરીને 29.70 લાખ 20 ટકાના વ્યાજે લીધેલા હતા જેની સામે અત્યાર સુધીમાં તેને 2.05 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ 50 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ધમકી આપવામાં આવે છે જેથી યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના નેકનામ ગામે પાટીદાર કારખાનાની બાજુમાં રહેતા લીંબાભાઇ માંડાભાઇ લામકા (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવભા ઝાલા તથા વિક્રમસિંહ રાજુભા ઝાલા રહે. બંને નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2021 માં ફરિયાદીને તેના દીકરા અને દીકરીના લગ્ન તથા ઘરના રિનોવેશન કામ માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેઓએ આરોપી રાજેન્દ્રસિંહ પાસેથી 29.70 લાખ રૂપિયા 20 ટકા ના વ્યાજ લીધેલા હતા જેના બદલામાં અત્યાર સુધીમાં ફરિયાદીએ 2.05 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા છે તો પણ ફરિયાદીને ધમકીઓ આપીને તેની પાસેથી વધુ 50 લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News