મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE





ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત

ટંકારાના જોધપર ઝાલા ગામે વાડીની બાજુમાં ઈલેક્ટ્રીક મોટરનું રીપેરીંગ કામ કરતા સમયે વૃદ્ધને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓનું રાજકોટ ખાતે મોત નીપજયું હતું જયારે હળવદ તાલુકાના ટીકર ગામે ઇલેક્ટ્રીક થાંભલા ઉપર ચડીને વીજ લાઈનનું રીપેરીંગ કામ કરતા સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું.

ટંકારાના જોધપર ઝાલા ગામે રહેતા ઘનશ્યામસિંહ જુવાનસિંહ ઝાલા (67) જોધપર ઝાલા ગામે પોતાની વાડીની બાજુમાં ઇલેક્ટ્રીક મોટર રીપેર કરતા હતા દરમિયાન તેઓને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તેઓને સારવાર માટે રાજકોટમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને દોશી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન ટાઉનશીપ ખાતે રહેતા નારાયણભાઈ પ્રેમાભાઈ કથાટ (29) નામનો યુવાન હળવદના ટીકર ગામની સીમમાં ઇલેક્ટ્રીકના થાંભલા ઉપર ચડીને વીજ લાઈનનું રીપેરીંગ કામ કરતો હતો તે વખતે તેને અકસ્માતે ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પત્ની પૂજાબેન નારાયણભાઈ કથાટ (24) રહે. હાલ રઘુનંદન ટાઉનશિપ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News