મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો: 1.09 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો: 1.09 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધા સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એસોજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 87,720 ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો અને ડ્રગ્સ, રોકડ, મોબાઈલ વિગેરે મળીને 1,09,770 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં આરોપીની ધરપકડ કરીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની એનડીપીએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગોગરાના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 87,720 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો તે ઉપરાંત 11,550 રોકડા અને 10,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન તેમજ વજન કાંટો સહિતનો મુદ્દામાલ મળીને 1,09,770 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મયુરભાઈ બાબુભાઈ ગોગરા રહે. શ્રદ્ધા સોસાયટી નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને  હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી એસઓજીના પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં પકડાયેલ શખ્સ પાસેથી મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News