મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે


SHARE





મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે

મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા અને મૂળ સુરતના વિપ્ર પરિવારની સગીરવયની દિકરીનું થોડા સમય પહેલા અપહરણ થયુ હોવા અંગે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસ તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલતા હાલ પોક્સો સહિતની કલમો હેઠળ તાલુકા પીઆઇ દ્વારા યુવાન તેમજ તેને મદદગારી કરનાર યુવાનના માતા-પિતા એમ ત્રણ આરોપીઓને પકડીને જેલ હવાલે કરાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મૂળ સુરતના પરિવારની સદીરવયની યુવતીનું થોડા સમય પહેલા અપહરણ થયેલ હતુ.જેથી યુવતીના પરિવારજનોએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.જેથી અપહરણનો ગુનો દાખલ થયો હતો.જે બનાવની તપાસમાં સામે આવ્યુ હતુ કે યુવતીના અપહરણ બાદ યુવાન તથા તેના માતા-પિતા યુવતીને લઈને દમણ તરફ ચાલ્યા ગયા હતા અને તેઓનો કોઈ પતો લાગ્યો ન હતો.દરમ્યાનમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ઘેટિયાને બાતમી મળી હતી કે ભોગ બનેલ સગીરા તથા આરોપીઓ રાજકોટના સાપર વેરાવળ નજીક છે.તેથી ત્યાં પહોંચીને રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી સગીરાને છોડાવવામાં આવી હતી.તેમજ સ્થળ ઉપરથી આરોપી મોહિત મહેશભાઈ કુબાવત (૨૩), મહેશભાઇ છગનભાઈ કુબાવત (૬૦) અને લતાબેન મહેશભાઈ કુબાવત (૪૯) રહે.બધા ધુળકોટ રાધાકૃષ્ણ શેરી તા.મોરબી ની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા.

અકસ્માતમાં ઇજા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના મીતાણા ગામે આવેલ બાપાસીતારામ મઢુલી પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં અજય રમેશભાઈ પરમાર રહે.પંચાયત ઓફિસ પાસે તળાવીયા શનાળા તા.મોરબી ઇજા પામેલ હોય તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિનિઝન પોલીસે પ્રાથમીક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા એઝાજ ગુલામહુશેન સેડાત (૨૦) નામના યુવાનને નવલખી રોડથી રણછોડનગર તરફ જવાના રસ્તા ઉપર ધુતારી નજીક બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે.તેમજ માળિયા મીંયાણાના ખીરાઇ ગામના પાટીયા નજીક સાપ કરડી જતા સાનિયાબેન અબ્દુલભાઈ સામતાણી નામની ૧૪ વર્ષની સગીરાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે ભુજના રાપર તાલુકાના કીડીયાનગર ગામે રહેતા મનસુખભાઈ સવાભાઈ પરમાર નામનો યુવાન ઉંદર મારવાનો પાવડર પી ગયો હોવાથી તેના અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે.




Latest News