મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી !


SHARE





ટંકારાના નેનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી !

ટંકારાના નેનામ ગામે યુવાન પોતાના અને તેના કાકાના વડીલો પાર્જિત પ્લોટમાં દિવાલ બનાવવા માટેનું કામ કરાવતો હતો ત્યારે તેના સગા કાકા અને તેના બે દીકરા ત્યાં આવ્યા હતા અને દિવાલ બનાવવાનું કામ બંધ કરાવ્યું હતું તેમજ યુવાન અને સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા યુવાનને ઢિકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના જામનગર રોડ ઉપર પરસાણાનગર પાસે આવેલ શાંતિનિકેતન પાર્કમાં આવેલ શક્તિ કૃપા ખાતે રહેતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલા (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા રહે. બધા નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નેકનામ ગામે ફરિયાદી પોતાના પ્લોટ પાસે શેરીમાં ફરિયાદી તથા સાહેદોના વડીલો પાર્જિત પ્લોટમાં દિવાલ બનાવતા હતા દરમ્યાન આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેનું દીવાલનું કામ ચાલુ હતું તેને બંધ કરાવીને ફરિયાદી અને સાહે સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ બનાવ તા 18/11/25 ના રોજ બનેલ હતો ત્યારે ટંકારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જો કે, પોલીસે ત્યારે ફરિયાદ લીધેલ ન હતી જેથી કરીને હાઇકોર્ટ સુધી ગયા હતા અને ત્યાર બાદ હાઇકોર્ટના આદેશ બાદ ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News