હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામે વિચરતી જાતિના પરિવારોને વસવાટ માટે પ્લોટ ફાળવણીના કલેક્ટરના હસ્તે હુકમો એનાયત કરાયા


SHARE







ટંકારાના મીતાણા ગામે વિચરતી જાતિના પરિવારોને વસવાટ માટે પ્લોટ ફાળવણીના કલેક્ટરના હસ્તે હુકમો એનાયત કરાયા

સરકારના છેવાડાના અને વંચિત પરિવારોને પોતાના ઘરનું ઘર આપવાના ભગીરથ કાર્ય અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટંકારા તાલુકાના મીતાણા ગામે આશરે ૪૦ થી ૪૫ વર્ષ જેટલા લાંબા સમયથી સ્થાયી થયેલા વિચરતી અને વિમુક્ત જાતિના કુલ ૧૦ આશ્રયવિહોણા પરિવારોને મીતાણા સરકારી ખરાબા નંબર-૭૨૯ પૈકી પ્લોટ ફાળવણીના સત્તાવાર હુકમો અને સનદ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

લાભાર્થી પરિવારો પોતાના પ્લોટ પર પાકા મકાનનું નિર્માણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સક્રિયતા દાખવીને તમામ ૧૦ પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સાંકળી લેવામાં આવે તે અન્વયે પ્રત્યેક પરિવારને પોતાના સ્વપ્નનું ઘર બનાવવા માટે મળવાપાત્ર રૂ. ૧,૭૦,૦૦૦ ની આર્થિક સહાય સત્વરે મળી રહે તે હેતુથી તમામ પરિવારોના આવાસ સહાય મેળવવાના ફોર્મ અને સરકારી અરજીઓ પણ તંત્ર દ્વારા સ્થળ પર જ તૈયાર કરી દેવામાં આવી હતી. આ સનદ વિતરણ અવસરે મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ટંકારા મામલતદાર ગોર સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.






Latest News