મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીએડીસી પાસેથી ડબલ સવારી બાઈક થોડા દિવસો પહેલા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતુ જેથી એક યુવાનનું ઘટના જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત  નીપજયું હતું જે બનાવમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી મદનલાલ ગુલજારીદાસ સ્વામી (46)એ ટ્રક નંબર જીજે 12 એટી 7583 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, લજાઈ ગામથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીઆઇડીસી પાસેથી ફરિયાદીનો દીકરો બાઈક નંબર જીજે 36 બીએ 2565 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા કાનારામ અને તેના મિત્ર ધર્મેન્દ્ર બંનેને માથામાં અને શરીર જાઓ થઈ હતી અને કાનારામ મદનલાલ સ્વામી (23) નું ઘટના સ્થળ મોત નીપજયું હતું જ્યારે ધર્મેન્દ્ર વિજયભાઈ દયાલ નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો જેનું પણ ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું. જેથી અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News