મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો


SHARE





ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો

ટંકારાના મીતાણા ગામે ડેમ નજીક ઝૂપડામાં રહેતા યુવાને તેના દીકરાને ડેમ પાસે મચ્છી લેવા માટે મોકલ્યો હતો દરમિયાન યુવાનના દીકરાને મચ્છી ન આપીને તેની સાથે બોલાચાલી કરી તેને થપ્પડ મારી હતી જેથી યુવાન આરોપીઓને તે બાબતે પૂછવા જતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઇને યુવાન ઉપર હોકી અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને હાથે પગે માર મારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખસોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના મીતાણા ગામે ચામુંડા હોટલ સામેના ભાગમાં રહેતા જયંતીભાઈ ભદાભાઈ સોલંકી (45એ હરેશભાઈ ગોરસીયા, વિપુલ હરેશભાઈ ગોરસીયા સહિત કુલ મળીને 4 શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાના ઝુંપડાની બાજુમાં આવેલ ડેમ પાસે તેના દીકરા રોહિત ને મચ્છી લેવા માટે થઈને મોકલ્યો હતો ત્યારે આરોપીઓએ ફરિયાદીના દીકરાને મચ્છી આપી ન હતી અને જેમ ફાવે તેમ બોલીને થપ્પડ મારીને કાઢી મૂક્યો હતો જે બાબતે આરોપી પૂછવા માટે જતા ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ પાઇપ અને હોકી વડે હાથે પગે માર માર્યો હતો અને ફરિયાદીને બંને પગના ઘૂંટણ તથા બંને હાથના કાંડા પાસે ફેકચર જેવી ઇજા કરેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News