મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત


SHARE











મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત

મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી સુધીના રસ્તામાં મેટલ તથા ધૂળ આવી ગયેલ છે જેથી ઘણી વખત વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોના જીવ પણ જાય છે જેથી વહેલી તકે રોડ સાઈડની ધૂળને ઉપડવામાં આવે તેવી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વપ્રમુખ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વપ્રમુખ અલ્પેશ કોઠીયાએ કમિશ્નરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, દલવાડી સર્કલથી જતા ડાબી સાઈડમાં રોડ ઉપર ધૂળ તથા જીણી મેટલ આવી જતા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીની બહાર નીકળતા ૧૦ દિવસ પહેલા આ માટીના કારણે એક બાઈક સવાર બહાર નીકળવાની સાથે જ વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો અને તેને જીવ ગુમાવેલ છે તેમજ કામધેનુની સામે આવેલ GJ-5 ઢોસાની બાજુમાં એક મહિના પહેલા એક છોકરી કોલેજ જતા સમતે તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું તેને પણ જીવ ગુમાવેલ તથા GJ-5 ઢોસાની આગળની સાઈડ આવતા એક યુવાનનું વાહન લપસી જતા તેનો પણ અકસ્માત થયો હતો અને શક્તિ હોટલ ક્રિષ્ના પાનની બાજુમાં પણ અકસ્માત થયો હતો જેથી ધૂળ તથા મેટલ રોડ ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News