મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત


SHARE









ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત

મોરબીની આસપાસના વિસ્તારમાં પેકેજીંગ ના આશરે 192 કરતાં વધુ નાના-મોટા યુનિટો આવેલા છે અને તેમાં બનતા બોક્સ ને સિરામિક ટાઇલ્સ સહિતની વસ્તુઓના પેકિંગ માટે થઈને વાપરવામાં આવતા હોય છે જોકે પેકેજીંગ યુનિટમાં વપરાતા પેપર સહિતના રો મટીરીયલ ના ભાવમાં તોતિંગ વધારો થયો છે જેથી કરીને સીરામીક યુનિટ જ્યારે શરૂ થશે ત્યારે રો મટીરીયલ જે ભાવમાં આવતું હશે તેને ધ્યાને લઈને ભાવ વધારો કરવામાં આવશે તે નક્કી જ છે અને અંદાજે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો પેકેજીંગ યુનિટમાં બનતી પ્રોડક્ટ ઉપર આવશે તેવું નિર્ણય તાજેતરમાં મળેલ મિટિંગમાં લેવામાં આવેલ છે.

મોરબીમાં પેકેજીંગના નાના-મોટા કુલ મળીને 192 જેટલા યુનિટો આવેલા છે અને તેમાંથી મોટાભાગના પેકેજીંગના યુનિટો મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આધારિત છે જો કેસિરામિક એસો. દ્વારા સામુહિક રીતે નિર્ણય લઈને સિરામિક ટાઇલ્સના કારખાનાઓને એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અસર પેકેજીંગ ઉદ્યોગ ઉપર આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી મોરબી પેકેજીંગ એસો.ના પ્રમુખ પાર્થભાઈ બારૈયાની આગેવાની હેઠળ મીટીંગ મળી હતી અને આ મિટિંગમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા પેકેજીંગના યુનિટ ધરાવતા કારખાનેદારો હાજર રહ્યા હતા

ખાસ કરીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે ત્યાર પછીથી પેકેજીંગ યુનિટમાં વપરાતા રો-મટીરીયલ જેમાં પેપર સહિતની તમામ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે ત્યારે પેકેજીંગ યુનિટને ટકાવી રાખવા માટે આગામી સમયમાં પેકેજીંગ યુનિટમાં બનતી પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને હાલના જે ભાવ રો-મટીરીયલના આવી રહ્યા છે તે જોતાં અને આગામી એક મહિના પછી જ્યારે સીરામીકના કારખાનાઓ ફરી પાછા ધમધમતા થશે ત્યારે પેકેજીંગ યુનિટમાં વપરાતા રો-મટીરીયલના જે ભાવ મળતા હશે તેને ધ્યાને રાખીને પેકેજીંગ યુનિટમાં બનતી તૈયાર પ્રોડક્ટના નવા ભાવ નક્કી કરવામાં આવશે

જોકેહાલમાં પેકેજીંગ યુનિટમાં જે બોક્સ બનાવવામાં આવતા હોય છે તેનો વર્તમાન ભાવ છે તેમાં સરેરાશ 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવે તો જ પેકેજિંગનો ઉદ્યોગ મોરબીમાં ટકી શકે તેમ છે જેથી કરીને સામૂહિક રીતે ભાવ વધારો કરવા માટેનો નિર્ણય પેકેજીંગ એસો.ની મિટિંગમાં લેવામાં આવ્યો છે સાથો સાથ સિરામિકના કારખાનાઓ હાલમાં બંધ હોવાથી બોક્સની ડિમાન્ડમાં બહુ મોટો ઘટાડો થયો છે જેથી ઘણા બધા પેકેજિંગના યુનિટ બંધ થઈ ગયા છે અથવા તો બંધ થઈ જવા જેવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે પેકેજીંગ યુનિટમાંથી રોજગારી મેળવતા શ્રમિકો કે તેના પરિવારો પણ હેરાન ન થાય તેના માટે થઈને પણ કારખાનેદારો દ્વારા તકેદારી રાખવામા આવે તેવી ટકોર આગેવાનો દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી






Latest News