ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE











ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

ટંકારાના ઘુનડા (સ) ગામે વૃદ્ધ તેઓના માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા માટે તેને ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે અગાઉ થયેલ જમીન બાબતની બોલાચાલીનો ખાર રાખીને તેઓના ચાર ભત્રીજાઓ દ્વારા “તારે મંદિરે નહીં આવું” તેવું કહીને બોલાચાલી કરી હતી” ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે “આ મંદિર તેમના પણ માતાજીનું છે” જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય ભત્રીજાઓ દ્વારા તેને ધોકા વડે અને ઢીકા પાટીનો માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં સોરડી રોડ પરશુરામ પોટરી પાસે વરિયા દેવના મંદિરની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (70)એ હાલમાં દેવજીભાઈ માવજીભાઈ જાદવ, હરેશભાઇ માવજીભાઈ જાદવ, રમેશભાઈ માવજીભાઈ જાદવ તથા નરેશભાઈ માવજીભાઈ જાદવ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ઘુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદિરે તેઓ શ્રીફળ વધેરવા માટે થઈને ગયેલા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી સાથે અગાઉ જમીન બાબતે બોલાચાલી થયેલી હતી તે બાબતનો ખા રાખીને મંદિરની બહાર શેરીમાં ફરિયાદીને કહેલ કે “તારે મંદિરે નહીં આવવું” તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, આ મંદિર તેમના પણ માતાજીનું છે જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે આરોપી દેવજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જ્યારે હરેશભાઈ અને નરેશભાઈએ પકડી રાખતા રમેશભાઈએ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ચારેય વ્યક્તિઓની સામે ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News