માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારા વિસ્તારમાં દારૂની 4 રેડ: 33 બોટલ દારૂ અને 44 બિયરના ટીન કબ્જે


SHARE







મોરબી અને ટંકારા વિસ્તારમાં દારૂની 4 રેડ: 33 બોટલ દારૂ અને 44 બિયરના ટીન કબ્જે

ટંકારાના હમીરપર ગામના પાટીયા પાસે તેમજ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં દારૂની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની કુલ મળીને 33 બોટલ અને 44 બિયરના ટીન કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓને પકડીને પોલીસે તેની સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના હમીરપર ગામના પાટીયા પાસે આવેલ મહાદેવના મંદિર નજીક વાડી વિસ્તારના કાચા રસ્તા ઉપરથી ઇકો ગાડી નંબર જીજે 16 બીજી 0731 પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી દારૂની મોટી 21 અને નાની 44 બોટલો મળી આવતા પોલીસે કુલ મળીને 18045 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દોઢ લાખ રૂપિયા ની ઇકો ગાડી સહિત કુલ મળીને 1,68,45 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે મેરસિંહ ઉર્ફે નરસીભાઈ ભુવાભાઈ મેડા (38) રહે. હાલે છતર ગામની સીમ ભરતભાઈ પટેલની વાડીએ તાલુકો ટંકારા મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસની રેડ દરમિયાન પ્રદીપભાઈ ખુમસિંહ મંડોર રહે. હાલ હમીરપર ગામની સીમમાં છગનભાઈ ચીકાણીની વાડીએ મૂળ રહે. એમપી વાળો નાસી ગયેલ છે જેથી કરીને બંને સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબી તાલુકાના રાજપરથી નસીપર ગામ બાજુના રોડ ઉપર આવેલ કારખાના પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હિમચંદ્ર લાલચંદ્ર ભાભર (40) રહે. હાલ રાજપર રોડ મગનભાઈ પટેલની વાડીએ મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક પોટલ મળી આવતા પોલીસે 1800 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રવીણભાઈ બળદેવભાઈ સોલંકી (42) રહે. યમુનાનગર-2 શેરી નં-4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News