મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામ નજીક જુદીજુદી જગ્યાએથી વિજ કંપનીના 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી


SHARE









ટંકારાના મીતાણા ગામ નજીક જુદીજુદી જગ્યાએથી વિજ કંપનીના 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી

ટંકારાના મીતાણા નાના ડેમ વિસ્તાર, હીરાપર વોટર વર્કસ પાટીયા અને અરણેસવર વોટર વર્કસ ફીડર વિસ્તારમાંથી અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. 4/2 થી 7/2 ના સમયગાળા દરમિયાન અલગ-અલગ સાઈઝના એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 7240 મીટર એલ્યુમિનિયમનો વાયર જેની કુલ કિંમત 3,95,577 રૂપિયા થાય છે તેની ચોરી થઈ હોવાની પીજીવીસીએલના ઇજનેરે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ પર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવા (42)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના મીતાણા નાના ડેમ વિસ્તારમાં હીરાપર પાટીયા અરણેશ્વર વર્કસ ફીડર ખાતેથી વીજ પુરવઠાના પરિવહન માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવેલ છે જેમાં મીતાણા 66 કેવી સબ સ્ટેશનની પાસેથી સરકારી ગોડાઉનથી મીતાણા ગામ પાસે આવેલ નાના ડેમ સુધી 11 કેવી જીઆઇડીસી ફીડર, 11 કેવી ખોડિયાર ખેતીવાડી ફીડર તથા રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર મીતાણા ગામે બહુચર મંદિર પાસે પેટ્રોલ પંપની આગળ 11 કેવી જીઆઇડીસી ફીડર હીરાપર પાટીયા પાસે 66 કેવી સરાયા સબ સ્ટેશન જવાના રસ્તે જવાના રસ્તાની વચ્ચે 11 કેવી અરણેશ્વર વોટર વર્કસ ફીડર આમ જુદી જુદી જગ્યાએથી અલગ અલગ સાઈઝના કુલ મળીને 7240 મીટર એલ્યુમિનિયમના વાયર જેની કુલ કિંમત 3,95,577 રૂપિયા થાય છે તેની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પીજીવીસીએલના ઇજનેર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News