ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામ નજીક જુદીજુદી જગ્યાએથી વિજ કંપનીના 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી


SHARE







ટંકારાના મીતાણા ગામ નજીક જુદીજુદી જગ્યાએથી વિજ કંપનીના 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી

ટંકારાના મીતાણા નાના ડેમ વિસ્તાર, હીરાપર વોટર વર્કસ પાટીયા અને અરણેસવર વોટર વર્કસ ફીડર વિસ્તારમાંથી અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. 4/2 થી 7/2 ના સમયગાળા દરમિયાન અલગ-અલગ સાઈઝના એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 7240 મીટર એલ્યુમિનિયમનો વાયર જેની કુલ કિંમત 3,95,577 રૂપિયા થાય છે તેની ચોરી થઈ હોવાની પીજીવીસીએલના ઇજનેરે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ પર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં નાય ઇજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવા (42)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના મીતાણા નાના ડેમ વિસ્તારમાં હીરાપર પાટીયા અરણેશ્વર વર્કસ ફીડર ખાતેથી વીજ પુરવઠાના પરિવહન માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવેલ છે જેમાં મીતાણા 66 કેવી સબ સ્ટેશનની પાસેથી સરકારી ગોડાઉનથી મીતાણા ગામ પાસે આવેલ નાના ડેમ સુધી 11 કેવી જીઆઇડીસી ફીડર, 11 કેવી ખોડિયાર ખેતીવાડી ફીડર તથા રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર મીતાણા ગામે બહુચર મંદિર પાસે પેટ્રોલ પંપની આગળ 11 કેવી જીઆઇડીસી ફીડર હીરાપર પાટીયા પાસે 66 કેવી સરાયા સબ સ્ટેશન જવાના રસ્તે જવાના રસ્તાની વચ્ચે 11 કેવી અરણેશ્વર વોટર વર્કસ ફીડર આમ જુદી જુદી જગ્યાએથી અલગ અલગ સાઈઝના કુલ મળીને 7240 મીટર એલ્યુમિનિયમના વાયર જેની કુલ કિંમત 3,95,577 રૂપિયા થાય છે તેની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પીજીવીસીએલના ઇજનેર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News