મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

જોખમી ચોરી !: ટંકારાના સાવડી ગામ નજીક ચાલુ વીજ લાઇનમાંથી કાપીને 1800 મીટર એલ્યુમિનિયમ વાયર લઈ ગયા


SHARE





જોખમી ચોરી !: ટંકારાના સાવડી ગામ નજીક ચાલુ વીજ લાઇનમાંથી કાપીને 1800 મીટર એલ્યુમિનિયમ વાયર લઈ ગયા

ટંકારાના સાવડી ગામે અરણેશ્વર ફીડર વિસ્તારમાંથી અજાણ્યા શખ્સ દ્વારા ચાલુ વીજ લાઈનમાંથી વાયરો કટ કરીને 1800 મીટર જેટલા એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી  1,94,400 ની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની વીજ કંપનીના અધિકારીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવા (42)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટંકારાના સાવડી ગામ પાસે આવેલ અરણેશ્વર ફીડર વિસ્તારમાં 15 ગાળામાંથી 16 વીજ પોલ ઉપર વાયરો કટ કરીને ચાલુ વીજ લાઈનમાંથી 1800 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની કુલ કિંમત 1,94,400 થાય છે જેથી હાલમાં વીજ કંપનીના અધિકારીએ નોંધાવેલ ચોરી અને વીજ કંપનીના વાયરોમાં નુકસાનની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ એસ.એમ.સોસા ચલાવી રહ્યા છે

યુવાનને મારમાર્યો

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ શિવાભાઈ સારેસા (25) નામના યુવાનને તેના ઘર પાસે કોઈ અજાણ્ય વ્યક્તિએ ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત સાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

હળવદના માથક ગામે રહેતા મહેશભાઈ દિનેશભાઈ જેતપરા નામનો વ્યક્તિ માથકથી સુંદરીભવાની ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News