મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ દયાનંદ પોલીપેક સામેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષા ચાલકે તેના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં લગાવવામાં આવેલ રેલિંગ સાથે રીક્ષા અથડાઈ હતી અને રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ બે સગા ભાઈઓને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા લખમણભાઇ ઉર્ફે લખો નાજાભાઇ રાણા (35)એ હાલમાં રીક્ષા નંબર જીજે 36 યુ 1507 ના ચાલક દિનેશભાઈ ઝાપડા રહે. ટંકારા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ દયાનંદ પોલીપેક કારખાના સામેથી આરોપી પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદી તથા ફરિયાદીના ભાઈ રમેશભાઈ પોલાભાઈ રાણા બંને રીક્ષામાં બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી તેની રીક્ષા ચલાવી હતી અને રીક્ષાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને રીક્ષા રોડ સાઈડમાં લગાવવામાં આવેલ રેલિંગ સાથે અથડાઈને રીક્ષા પલટી મારી ગઈ હતી આ બનાવમાં ફરિયાદીના ભાઈ રમેશભાઈ રાણાનો ડાબો પગ રીક્ષા નીચે દબાઈ જતા તેને ગંભીર થઈ હતી તેમજ માથા અને જમણા પગે પણ ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી માટે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રિક્ષાચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News