મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત


SHARE





ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત

ટંકારાના સાવડી ગામ પાસેથી આધેડ સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન પુલ ઉપર સાયકલને પાછળથી બાઈકના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને આધેડને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર ગામે રહેતા હીરાભાઈ ઉગાભાઇ ગોહેલ (52) એ બાઈક નંબર એમપી 11 એમજી 8919 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ભાઈ પ્રવીણભાઈ ઉગાભાઇ ગોહિલ (51) ટંકારા તાલુકાના લતીપર રોડ ઉપર સાવડી ગામ નજીક ફુલજર નદી ઉપર આવેલા પુલ ઉપરથી સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પુલ ઉપર આરોપી બાઇક ચાલકે ફરિયાદીના ભાઈને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News