મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરાયું સન્માન

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું તેમાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતની મહેમાનોના હસ્તે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહમિલન તેમજ તથા સન્માન સમારોહમાં જિલ્લાના તમામ વકીલો હાજર રહ્યા હતા.

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે ક્લબ 36 ખાતે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા વકીલોના સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ તથા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજ કે.આર. પંડ્યા સાહેબ સહિતના તમામ જજ સાહેબો આ ઉપરાંત જે.જે.પટેલ, અંશભાઈ ભારદ્વાજ, મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ તકે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા 35 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલની પ્રેક્ટિસ કરતા જિલ્લાના સિનિયર વકીલો, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ આગેચાણીયા અને તેની ટીમ તથા જિલ્લા બાર એસો. અને તાલુકા બાર એસો.ના માજી પ્રમુખો અને વર્તમાન પ્રમુખોની સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી વકીલો હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પત્રકારો પણ આજે રહ્યા હતા






Latest News