મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ


SHARE











મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વહાલી દિકરીયોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ

ગુજરાત સરકાર દ્વારા દિકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, સ્ત્રી શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉમદા હેતુથી અમલી બનાવાયેલી વહાલી દિકરીયોજનાનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ફોર્મ ભરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯થી અમલમાં આવેલી આ યોજના અંતર્ગત દિકરીના જન્મને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧.૧૦ લાખની માતબર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જેમની વાર્ષિક સંયુક્ત આવક ૨ લાખથી ઓછી હોય અને તેઓએ દિકરીના જન્મના એક વર્ષની મર્યાદામાં અરજી કરેલી હોય તેવા માતા-પિતા આ યોજનાનો લાભ લઈ શકશે.

આ યોજના હેઠળ સહાયની રકમ લાભાર્થી દિકરીને ત્રણ મહત્વના તબક્કે ચૂકવવામાં આવે છે. જેમાં દિકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ હપ્તા તરીકે ૪,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે, ત્યારબાદ દિકરીના શિક્ષણને વેગ આપવા નવમા ધોરણમાં પ્રવેશ વખતે બીજા હપ્તા તરીકે ૬,૦૦૦/- ની રકમ મળવાપાત્ર થાય છે. યોજનાનો મુખ્ય અને અંતિમ હપ્તો દિકરી જ્યારે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ૧,૦૦,૦૦૦/- ની માતબર રકમ આપવામાં આવે છે, જોકે આ લાભ મેળવવા માટે દિકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ તે અનિવાર્ય શરત છે.

મોરબી જિલ્લામાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE મારફત અથવા સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરી ખાતે ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, જાગૃત નાગરિકો પોતે પણ ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ (https://emahilakalyan.gujarat.gov.in) ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સાથે દિકરીનું જન્મનું પ્રમાણપત્ર, દિકરી અને માતા-પિતાના આધારકાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ અને નિયત નમૂના મુજબનું એકરારનામું રજૂ કરવાનું રહેશે. યોજના અંગે વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા વ્હોટ્સએપ નંબર ૯૧ ૨૮૨૨૨ ૪૦૪૨૪ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News