મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી


SHARE







મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી

મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોર ગેંગ સક્રિય થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડીઝલ ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેમાં કુલ મળીને 970 લીટર ડીઝલનો જથ્થો જુદા જુદા વાહનોમાંથી ચોરી કરવામાં આવ્યો હોવાની ભોગ બનેલા વાહન ચાલકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બરવાળા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ કેશવજીભાઈ શેરસીયા (35)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગાળા ગામના પાટીયા પાસે કેલિબર પેપરમીલ નજીક તેઓની ગાડીઓ પડી હતી તેના ડીઝલ ટેન્કના લોક તોડીને તેમાંથી આશરે 220 લિટર ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવી છે જેથી 19,962 ની કિંમતના ડીઝલની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે મોરબીની લીલાપર કેનાલ ચોકડી પાસે આવેલ એકતા એવન્યુ હાઈટ્સના ફ્લેટ નંબર 402 માં રહેતા ટ્રાન્સપોર્ટર હિતેશભાઈ સવજીભાઈ અઘારા (36)એ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો સામે ડીઝલ ચોરીની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે અવધ કાંટા નજીક પાર્કિંગમાં તેઓના ડમ્પરો તેમજ સાહેબ અશ્વિનભાઈ, હિતેશભાઈ તથા અમીનભાઈના વાહનો પડ્યા હતા તેના ડીઝલ ટેન્કમાંથી કુલ મળીને 750 જેટલો ડીઝલનો જથ્થો ચોરી કરવામાં આવેલ છે આમ 68,055 ની કિંમતના ડીઝલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News