ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારા વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નં.- ૭ ની ખરાઈ વગર મતદારના નામ કમી કરશે તો કોર્ટ કાર્યવાહી કરવાની આપના આગેવાનની ચીમકી


SHARE











ટંકારા વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નં.- ૭ ની ખરાઈ વગર મતદારના નામ કમી કરશે તો કોર્ટ કાર્યવાહી કરવાની આપના આગેવાનની ચીમકી

ટંકારા વિધાનસભા બેઠકમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હક્ક, દવા તેમજ વાંધા અરજી ફોર્મ નંબર- ૭ ની ખરાઈ તેમજ ખોટા ભરાયેલા ફોર્મ બાબત આમ આદમી પાર્ટીના આગેવાને નાયબ કલેકટર અને મતદાર નોધણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે. અને જો યોગ્ય ખરાઈ કર્યા વગર મતદારોના નામ કમી કરવામાં આવશે તો કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા૬૬- ટંકારા વિધાન સભા મતદાર વિભાગના નાયબ કલેકટર અને મતદાર નોધણી અધિકારીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મતદાર યાદી સુધારણાના કાર્યકર્મમાં આવલે ફ્રોમ નંબર -૭ માં ઘણા ફોર્મ  ખોટી રીતે રજુ કરવામાં આવેલ છે તેવી માહિતી ન્યુઝ પેપરમાં આવેલ છે. જેથી કરીને આવી રીતે આવેલ ફોર્મ નંબર- ૭ રજુ કરનાર કોણ છે. ?  કોણે કેટલા ફોર્મ રજુ કરેલ છે ? આમાં ખોટા ફોર્મ નંબર- ૭ રજુ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. તેમજ યોગ્ય ખરાઈ કર્યા વગર જો નામ કમી કરવામાં આવશે તો જેતે ફોર્મ નંબર- ૭ રજુ કરનાર  વ્યક્તિ તેમજ બીએલઓ સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરીશું. અને સ્થાનિક લોકોને સાથે રાખીને અંદોલન પણ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News