મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ, પાટીદાર વુમન્સ પાવર તેમજ શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા શનાળા રોડે આવેલ આદર્શ સોસાયટીમાં આદર્શ સ્કૂલ ખાતે તા. 6/2/2026 ના રોજ ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોઢાના કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 4 થી 5 હજાર જેટલો થતો હોય છે તે આ કેમ્પમાં તદ્દન ફ્રી કરવામાં આવશે. અને આ કેમ્પમાં ભાઈઓ અને બહેનો રજીસ્ટ્રેશન કરાવીને પોતાના સ્વાસ્થ્યને લગતા મોટા પડકારોનું વહેલાસર નિદાન કરાવી સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ એક દિવસના કેમ્પમાં માત્ર 100 વ્યક્તિઓ જ લાભ લઈ શકશે જેથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યુ છે અને આ સ્ક્રીનીંગ કેમ્પમા રજીસ્ટ્રેશન કરાવવા માટે કાજલબેન આદ્રોજા 9879532457), શોભનાબા ઝાલા  (9979329837), આશાબેન ભાલોડીયા (9925245023), ડો. અંકિતા પટેલ (8141766804), મયુરીબેન કોટેચા (92759 51954), સાધનાબેન ઘોડાસરા (79842 61599), મનીષાબેન ગણાત્રા (82382 82420) અને હીનાબેન પરમાર (98259 30156)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News