મોરબીમાં ખેત મજૂરીના બહાને આવેલ મહિલા સહિતના આઠ લોકોની ગેંગે ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 1.14 કરોડ માગ્યા બાદ સોનાના ચાર બિસ્કીટ, સોનાનો ચેન રોકડ મળી 53.50 લાખ પડાવ્યા
SHARE
મોરબીમાં ખેત મજૂરીના બહાને આવેલ મહિલા સહિતના આઠ લોકોની ગેંગે ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 1.14 કરોડ માગ્યા બાદ સોનાના ચાર બિસ્કીટ, સોનાનો ચેન રોકડ મળી 53.50 લાખ પડાવ્યા
હની ટ્રેપએ મોરબી સિટી માટે કંઈ નવું નથી, પણ બહારના જિલ્લામાંથી મોરબીમાં આવીને આ પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા પણ ગુનેગારો અટકાતા કે ડરતા નથી તે બાબત મોરબી પોલીસની ધાક ઓસરી રહી છે તેની ચાડી ખાઈ છે
મોરબીના રવાપર ગામે રહેતા ખેડૂતને ખેત મજુરની જરૂર હોય તેઓએ પોતાને ત્યાં બહાર ફરવા માટે જવું હોય ત્યારે ડ્રાઇવર તરીકે આવતા વાંકાનેરના વ્યક્તિને ખેત મજૂર માટે કહ્યું હતું.જેથી તે વ્યક્તિએ એક મહિલાનો ભેટો કરાવ્યો હતો.જોકે ડોક્યુમેન્ટ ન હોવાથી તે મહીલાને કામે રાખી ન હતી.અને બાદમાં પોતાને કામની ખુબ જ જરૂર છે.તેમ કહીને તે મહિલાએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો.બાદમાં મહિલાએ ખેડૂતના ખેતરે આવી હતી અને કાવત્રાના ભાગરૂપે કપડા ઉતારીને આધેડ ખેડૂતને બથ ભરી લીધી હતી.તે દરમિયાન તેના સાગરીતો બે કારમાં આવી ગયા હતા અને આ આઠેય લોકોની ગેંગ દ્વારા મોરબીના રવાપર ગામના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા.બાદમાં આ ફોટા-વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને તથા બળાત્કાર-છેડતી સહિતના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી હતી.ખેડૂતની પાસે 1.14 કરોડ માગ્યા હતા અને ધમકીપુર્વક ખેડુત પાસે રહેલા સોનાના ચાર બિસ્કીટ, રોકડા એક લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન કિંમત 2.50 લાખ મળીને કુલ 53.50 લાખની માલમતા પડાવી લીધેલ હતી.જેથી હાલ ભોગ બનેલ ખેડૂત પાસેથી વધુ રકમ કઢાવવા માટે દબાણ કરવામાં આવતું હતું તેથી ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધીને પાંચેક ઇસમોને રાઉન્ડઅપ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે રહેતા અને ખેતીનું કામકાજ કરતા ભરતભાઈ નામના આધેડ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે આઠ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં ખુશીબેન પટેલ રહે.ગોંડલ, મુકેશભાઈ આલ રહે.સુદામડા બોટાદ, રામાભાઇ ગઢડા રહે.નાગલપર બોટાદ, જીલાભાઈ ભરવાડ રહે.બોટાદ,, મનીષભાઈ ગારીયા રહે.બોટાદ, પાંચાભાઇ કોળી રહે.તીથવા વાંકાનેર જી.મોરબી, કરણ વરૂ ઉર્ફે કેક રહે. વાંકાનેર જી.મોરબી તથા દેવાંગ વેલાણી ઉર્ફે પી.ડી.કોળી રહે.બોટાદ સામે ફરીયાદ નોંધાવેલ છે.
જેમા ભોગ બનનાર ભરતભાઇએ પોસાસને જણાવ્યું હતું કે તેમની રવાપર-ઘુનડા રોડે આવેલી વાડીમાં ખેત મજૂરીની જરૂર હતી.જેથી તેઓએ ઉપરોક્ત આઠ પૈકીના પાંચાભાઇ કોળી રહે.તીથવા વાંકાનેરને વાત કરી હતી.કારણ કે જ્યારે પણ ભોગ બનનાર ભરતભાઈને ફરવા માટે બહાર જવું હોય ત્યારે કારના ડ્રાઇવર તરીકે તેઓ આ પાંચાભાઇ કોળીને બોલાવતા હતા તેથી તેમની સાથે સંબંધ હતો.જેને નાતે તેઓએ વાત કરી હતી કે પોતાના વાડીમાં મજૂરની જરૂર છે.તેથી આ પાંચાભાઇ કોળીએ ખુશીબેન પટેલ નામની મહિલાનો સંપર્ક કરાવ્યો હતો.જોકે આ બેનની પાસે આધાર પુરાવા ન હોય ભોગ બનનારે તેમને કામે રાખ્યા ન હતા.બાદમાં આ ખુશીબેન પટેલ દ્વારા ફોન કરીને ભરતભાઈ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોતાને કામની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું હતું.જેથી ભોગ બનનાર મોરબીના ઉમિયા સર્કલ ખાતે આવેલ અને તે મહિલાને પોતાની વાડીએ લઈ ગયા હતા.દરમ્યાનમાં આ ખુશીબેન પટેલ રહે.ગોંડલ નામની મહિલાએ પોતાના કપડાં ઉતારીને ભોગ બનનાર ભરતભાઈને બથ ભરી લીધી હતી.તે દરમિયાનમાં બાકીના તમામ ઈસમો બે કારમાં આવ્યા હતા અને બંનેના કઢંગી હાલતના ફોટા વીડીયા બનાવી લીધા હતા.
આ બનાવ તા.૧૧-૧૨-૨૫ થી ૧૬-૧૨-૨૫ દરમિયાન બન્યો હતો.જેમાં ફોટા-વીડિયોને વાયરલ કરવાની તથા છેડતી તથા બળાત્કારની ફરિયાદમાં ભોગ બનનાર ભરતભાઈને ફીટ કરી દેવાની ધમકી આપીને તેઓ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 1.14 કરોડની માગણી કરવામાં આવી હતી ! બાદમાં કટકે કટકે ભરતભાઈને ધાક ધમકી આપીને તેવો પાસેથી 100 ગ્રામનું એક એવા ચાર સોનાના બિસ્કીટ કિંમત રૂપિયા 50 લાખ, અઢી તોલાનો સોનાનો ચેન રૂપિયા અઢી લાખ તથા રોકડા રૂપિયા 1,00,000 આમ કુલ મળીને ભોગ બનનાર ભરતભાઈ પાસેથી ઉપરોક્ત આઠેય ઈસમોએ રૂા.53,50,000 ની માલમતા બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા અને સમાધાનના બહાને તેઓને કારમાં બેસાડીને અપહરણ કરીને બોટાદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પણ ગોંધી રાખવામાં આવ્યા હતા અને વધુ રકમ માટે ધાક-ધમકીઓ આપવામાં આવી હતી.જોકે અંતે કંટાળી ગયેલા ભરતભાઈ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક ફરિયાદ નોંધી હતી અને ઉપરોક્ત આઠેયની સામે અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.સી.ગોહિલ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.અત્રે નોંધનીય છે કે હની ટ્રેપએ મોરબી સિટી માટે કંઈ નવું નથી અનેક લોકો આ કાવત્રામાં પાયમાલ બન્યા છે અને અમુક લોકો આવા કાવત્રાઓ રચીને માલામાલ બન્યા હોવાના પણ મોરબી સીટી તથા મોરબી જિલ્લામાં અગાઉ બનાવો બની ચૂક્યા છે.જોકે બહારના જિલ્લામાંથી મોરબીમાં આવીને આ પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા પણ ગુનેગારો અટકાતા કે ડરતા નથી તે બાબત મોરબી પોલીસની ધાક ઓસરી રહે છે તેની ચાડી ખાઈ રહી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી