મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની સગીરાએ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની સગીરાએ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું

મોરબીના જોધપર નદી ગામે રહેતી સગીરાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા નંદલાલભાઈ ઠાકરશીભાઈ રાજપરાની દીકરી સંજનાબેન રાજપરા (17)એ ગઈકાલે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના અમૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

હળવદમાં ગોરી દરવાજા પાસે રહેતા કેસુબેન તળશીભાઇ કોળી (45) નામના મહિલા ઘરેથી પરશુરામ મંદિર તરફ દૂધ લેવા માટે જઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીણામાં આવેલ માલાણી શેરીમાં રહેતા મેમુનાબેન સેફુદીનભાઈ માલાણી (29) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને નગરપાલિકા કચેરી પાસેથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી તે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News