મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે ડેમી-2 ડેમના પાણીમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો


SHARE









ટંકારાના ધ્રુવનગર પાસે ડેમી-2 ડેમના પાણીમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ધ્રુવ નગર ગામ પાસે ડેમી 2 ડેમના પાણીમાં ગઇકાલે મોડી સાંજે યુવાને ઝંપલાવ્યું હતું જે અંગેની જાણ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી છે અને પાણીમાં પડેલા યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોડી રાતે યુવાનના મૃતદેહને પાણીના બહાર કાઢ્યો હતો.

મોરબી મહાનગરપાલિકાના વિભાગને ગઇકાસે મોડી સાંજે પોણા સાત વાગ્યે ફોનથી જાણ કરવામાં આવી હતી કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ધ્રુવ નગર પાસે જે ડેમી 2 ડેમનું પાણી નદીમાં ભરાયેલું છે તે પાણીમાં કોઈ અજાણ્યા યુવાન દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે જેથી મહાપાલિકાની ટીમ તાત્કાલિક બોટ સહિતના ફાયરના સાધનો સાથે ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીમાં ઝંપલાનાર યુવાનને શોધવા માટેની ફાયરની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી જોકે, મોડી રાતે સવા દસ વાગ્યે નદીમાં પડેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને મૃતક યુવાનનું નામ બંસીભાઇ પ્રવિણભાઇ કટારીયા (17) હોવાનું સામે આવ્યુ છે. જેની ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.




Latest News