મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત


SHARE











ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિસરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત

ભારતના  લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટંકારામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટંકારા પટેલ સમાજ એસો. દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર સરદારબાગબનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા પટેલ સમાજ એસો.ના આગેવાને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવશે. અને આશરે 20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે અને ટંકારા શહેરને એક મહત્વનો જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા પટેલ સમાજ એસો. સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. અને ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે. ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક લોકો દ્વારા આવકાર કરવામાં આવેલ છે અને આ કાર્ય સરદાર સાહેબના આદર્શોને અનુસરતી યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.






Latest News