સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપર નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબી નજીક કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપર નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના નીચી માંડલ ગામે આવેલ સીરામીક કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપર બેઠેલ યુવાન અકસ્માતે નીચે પડતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં સેગા સીરામીકની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો લખનભાઈ પ્રતાપભાઈ રાવત (22) નામનો યુવાન લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપર બેઠો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે ટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતકના ભાઈ ભગીરથભાઈ પ્રતાપભાઈ રાવત રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News