સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

જામનગર બાજુથી અંજીયાસર કતલ કરવા લઈ જવાતા પાંચ ગૌવંશોને મોરબી નજીકથી ગૌરક્ષકોએ બચાવ્યા: 6.57 લાખનો મુદામાલ કબ્જે


SHARE





જામનગર બાજુથી અંજીયાસર કતલ કરવા લઈ જવાતા પાંચ ગૌવંશોને મોરબી નજીકથી ગૌરક્ષકોએ બચાવ્યા: 6.57 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગૌશાળાની બાજુમાંથી પસાર થઈ રહેલ ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવતા તેમાં નાના-મોટા પાંચ ગૌવંશોને બાંધીને માળીયા બાજુ કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગૌરક્ષક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એક શખ્સને પકડીને 6,57,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં કુળદેવી પાન પાસે રહેતા હિતરાજસિંહ હરુભા પરમાર (26)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હેમંતભાઈ પ્રભુદાસ દેસાણી (45) રહે. દરે ગામ તાલુકો જામનગર અને મહેશભાઈ સરાણીયા નામના બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, જામનગર બાજુથી ખાનગી વાહનમાં ગૌવંશને ભરીને માળીયા તાલુકાનાં અંજીયાસર ગામે કતલ કરવા માટે લઈ જવાના છે તેવી બાતમી મળી હતી જેથી કરીને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગૌશાળાની બાજુમાંથી વોચ રાખી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ મહિન્દ્રા વીરો ગાડી નંબર જીજે 10 ટીવાય 3732 લઈને હેમંતભાઈ દેસાણી પસાર થઈ રહ્યો હતો તેને રોકીને વાહન ચેક કર્યું હતું ત્યારે તેમાંથી નાના મોટા પાંચ ગૌવંશ મળી આવ્યા હતા અને આ અબોલ જીવને કુરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર અને કોઈ અધિકારીની પાસ પરમીટ મેળવ્યા વગર કતલખાને લઈ જવામાં આવતા હતા જેથી કરીને 7,500 ની કિંમતના અબોલજીવ તથા 6.50 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 6,57500 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા આ ગુનામાં હેમંતભાઈ દેસાણીની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે જોકે, મહેશભાઈ સરાણિયા નામના શખ્સને પકડવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

દેશી દારૂની ભઠ્ઠી

ટંકારાના સાવડી ગામથી ઓટાળા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર બાવની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 50 લિટર દેશી દારૂ તથા દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે કુલ 11,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાસ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય આ માલ રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. ડેડકદળ તાલુકો ધ્રોલ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News