મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલના કાર્યકરો સાથે દિપાવલીના પર્વની ઉજવણી કરાઇ


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલના કાર્યકરો સાથે દિપાવલીના પર્વની ઉજવણી કરાઇ

સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી એવી, માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપાવલીના તહેવારમાં હળવદ ખાતે આવેલ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓની પ્રવૃત્તિને વેગ આપી તેઓને રૂપિયા 13,000 નું અનુદાન આપી આ કોડિયાનું સિવિલ હોસ્પિટલના 250 જેટલા સ્ટાફ કાર્યકરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે ઘરે ઘરે સેવા રૂપી જ્યોત ઉજાગર કરીને નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોના સૂત્રને વેગવંતુ બનાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રદીપ દુધરેજીયાનો ક્લબએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને આટલી સુંદર રીતે સફળ બનાવવા માટે ક્લબ પ્રેસિડન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News