મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

તું મારી વહુ સામે શું કાતર મારે છે ? કહીને મોરબીમાં યુવાન અને તેના બનેવી ઉપર છરી વડે હુમલો, એકનું મોત: ત્રણ સામે ફરિયાદ


SHARE











તું મારી વહુ સામે શું કાતર મારે છે ? કહીને મોરબીમાં યુવાન અને તેના બનેવી ઉપર છરી વડે હુમલો, એકનું મોત: ત્રણ સામે ફરિયાદ

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા યુવાનને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે ફોન કરીને તું ક્યાં છો ? તું મારી વહુ સામે શું કાતર મારે છે ? તેવું કહીને ગઢની રાંગ પાસે બોલાવ્યો હતો જેથી યુવાન તેના બનેવી સાથે સ્થળ ઉપર ગયો હતો ત્યારે ફોન કરનાર શખ્સ અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા છરી વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી યુવાનને ઇજા થઈ હતી જો કે, હુમલો કરનારા શખ્સોને સમજાવવા માટે ગયેલ યુવાનના બનેવીને પડખા અને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા તેમજ માથામાં પથ્થર માર્યા હતા જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન યુવાનના બનેવીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબી શહેરના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીનભાઈ ફારુકભાઈ કુરેશી (33)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખાલીદ ફિરોજભાઈ સમા, શકીલ ફિરોજભાઈ સમા અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા રહે. બધા સિપાઈવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી ખાલી સમાએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીને ફોન કરીને “તું ક્યાં છો ?, તું મારી વહુ સામે શું કાતર મારે છે ? તેવું કહીને ફરિયાદીને સિપાઈવાસમાં બોલાવ્યો હતો જેથી ફરિયાદી યુવાન અને તેના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી (22) રહે. સિપાઈવાસ મોરબી વાળા મોરબીમાં આવેલ ગઢની રાંગ પાસે કે.આર. હેન્ડલુમની દુકાન પાસે ગયા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓ હાજર હતા ત્યારે ખાલીદ સમાએ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને કપાળના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને ફિરોજભાઈએ ફરિયાદીનો કાંઠલો પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ શકીલ સમાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરવા જતા ફરિયાદી પોતાનો હાથ આડો રાખી દીધો હતો જેથી તેને જમણા હાથની ટચલી આંગળીમાં ઇજા થઈ હતી અને ફરિયાદીને માર મારી રહેલા ત્રણેય શખ્સોને સમજાવવા માટે ગયેલ ફરિયાદીના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી ઉપર ખાલીદ સમાએ છરી વડે હુમલો કરીને પખાની ડાબી બાજુએ છરીનો ઘા માર્યો હતો તેમજ શકીલ સમાએ છરી વડે મકબુલભાઈને ગળાના ભાગે ઇજા કરી હતી અને ફિરોજભાઈએ પથ્થરના છુટા ઘા મારીને માથામાં ઇજા કરી હતી જેથી આ બનાવમાં ઇજા પામેલ ફરિયાદી અને તેના બનેવીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન ફરિયાદીના બનેવી મકબુલભાઈ મહમદભાઈ કુરેશીનું મોત નિપજ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News