મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી


SHARE









ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર તથા 8 કિલોની  તાંબાની પ્લેટની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ 25,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે તેમજ પવનચક્કીમાં તોડફોડ કરીને 5,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પુનિતભાઈ રામનાથ રાવલ (34)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર એમટીએન-01 ના ગેટનો નકૂચો તોડીને કન્વર્ટ કેબિનમાંથી 10 મીટર અર્થીંગ કેબલ જેનો કુલ વજન ૧૫ કિલો તથા 8 કિલો વજનની તાંબાની એક પ્લેટ આમ કુલ મળીને 25,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે તથા પવનચક્કીની વસ્તુઓમાં તોડફોડ કરીને 5 હજાર રૂપિયાની કિંમતનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News