મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઈ-બાઇક સહિતના ઇનામો અપાયા


SHARE







મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઈ-બાઇક સહિતના ઇનામો અપાયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ દરરોજ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા છે. ત્યારે ગઈકાલે અંતિમ દિવસે મેગા ફાઈનલ રાઉન્ડ યોજાયો હતો. જેમાં વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા અને ત્યાર બાદ રસોત્સવના મેદાનમ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં આયોજકો અને ખેલૈયાઓ સહિતના જોડાયા હતા.

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો જમાવટ કરી હતી. અને નક્કી કરાયેલ કેટેગરી જેમાં લિટલ કિંગ, લિટલ ક્વીનયંગ કિંગ અને યંગ ક્વીન એમ ચાર વિભાગમાં વિજેતા થયેલા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતાં. અને લીટલ કિંગ તથા લિટલ ક્વીનને સાયકલ અને ગિફ્ટ હેમ્પર, તેમજ યંગ કિંગ અને ક્વીનને ઇલેક્ટ્રિક બાઇક આપવામાં આવ્યા હતા. લીટલ કિંગ તરીકે ભવ્ય કિશોરભાઈ બોપલિયા, લીટલ ક્વિન તરીકે પ્રિયાંશી રાજનભાઈ પરમાર, યંગ કિંગ તરીકે પાર્થ હિતેશભાઈ પાટડીયા તેમજ યંગ ક્વીન તરીકે અર્ચિતા હિતેશભાઈ પાટડીયાને ઇનામો આપી સન્માનિત કરવા આવ્યા હતાં. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને રહ્યો હતો. અને ગાંધી જયંતિને ધ્યાને રાખીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આયોજકો તેમજ ખેલૈયાઓ સહિતના જોડાયા હતા.






Latest News