મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

નેપાળની સ્થિતિને ધ્યાને રાખીને મોરબીમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા


SHARE







નેપાળની સ્થિતિને ધ્યાને રાખીને મોરબીમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે.

ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નેપાળ દેશના પ્રવાસે હોય અથવા કે ફસાયેલ હોય તેવા મોરબી જિલ્લાના નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મોરબીના હેલ્પલાઇન નંબર 02822-243300 અને 02822-243435, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ગાંધીનગરના હેલ્પલાઇન નંબર 079-2325 1900 /902/914 તથા ભારતીય દૂધવાસ કાઠમંડુ નેપાળ ના હેલ્પલાઇન નંબર +977-980 860 2881 અથવા +977-981 032 6134 પર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News