મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો


SHARE











મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો

મોરબીના કડવા કન્યા કેળવણી મંડળ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પાટીદાર કેરિયર એકેડમી ચલાવવામાં આવે છે. જેમાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં પાટીદારના 23 જેટલા યુવાન ભાઈઓ બહેનોજીપીએસસી ક્લિયર કરીને સરકારી મહેકમમાં સમાવિષ્ટ થયેલ છે. અને ઈમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસીસમાં 135 ભાઇ-બહેનોએ તાલીમ પ્રાપ્ત કરી પોત પોતાના વ્યવસાય કરી રહ્યા છે. દરમ્યાન સેવામાં વધારો કરતાં મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો છે.

મોરબીમાં કડવા પાટીદાર પરિવારના વિદ્યાર્થીઓ અને યુવાનોને EWS પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્ર, ધો.12 પછીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, આયુષ્યમાન કાર્ડ,વ્હાલી દિકરી યોજના,વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય, મહિલા સ્વાવલંબન યોજના, રેશનકાર્ડને લગતી કામગીરી વગેરેની અરજી કરી આપવા માટે તેમજ બિન અનામત આયોગની વિવિધ યોજનાની જાણકારી આપવા માટે "પાટીદાર જનસેવા કેન્દ્ર"નો શુભારંભ કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. તેની સાથે જીપીએસસી ક્લિયર કરેલ તાલીમાર્થીઓનું સરદાર પટેલની પ્રતિકૃતિથી મહાનુભાવોના હસ્તે આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાટીદાર જન સેવા કેન્દ્ર માટે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું,

આ સમારોહમાં પ્રમુખ બેચરભાઈ હોથી, કેરિયર એકેડમીમાં તેજ બાંણુંગારીયા, મનોજભાઈ પનારા, ડો.મનુભાઈ કૈલા, સંસ્થાના ચેરમેન એ.કે.પટેલ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા વગેરેએ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સમજલક્ષી સેવકાર્યોને વધાવ્યા હતા, આ કાર્યક્રમમાં વરસતા વરસાદમાં પણ ખુબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ, પરેશભાઈ મોરડીયા, અરૂણભાઈ, શિતલબેન, રશ્મિબેન વિરમગામા જનસેવા કેન્દ્રના કો.ઓર્ડિનેટર તેમજ તમામ ટ્રસ્ટી વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News