મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારાના છતર નજીક બીએમડબલ્યુ પાછળ ઇકો કાર ઘૂસી જતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE









ટંકારાના છતર નજીક બીએમડબલ્યુ પાછળ ઇકો કાર ઘૂસી જતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

ટંકારા રાજકોટ હાઇવે ઉપર છતર ગામથી થોડે આગળ ત્રિશુલ કારખાના નજીકથી બીએમડબલ્યુ કારની પાછળના ભાગમાં ઇકો ગાડીના ચાલકે તેની કાર અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ છે અને તેમાં બીએમડબલ્યુ કારમાં મોટું નુકશાન થયું છે જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

રાજકોટની કટારીયા ચોકડી પાસે એક્વામેજિસ્ટિક સોસાયટી બ્લોક નંબર સી 702 માં રહેતા કમલેશભાઈ કાંતિભાઈ ચાંગેલા (50) નામના આધેડે ઇકો ગાડી નંબર જીજે 3 એનડી 7995 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામથી થોડે આગળ ત્રિશુલ કારખાના નજીકથી ફરિયાદી પોતાની બીએમડબલ્યુ કાર નંબર જીજે 36 એફ 1998 લઈને જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી ઇકો ગાડી બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની ગાડીની પાછળના ભાગમાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બીએમડબલ્યુ ગાડીની ડેંકીથી લઈને પાછલી સીટ સુધીના ભાગમાં નુકસાન થયું છે જેથી બનાવ સંદર્ભે ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂની રેડ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા સંજયભાઈ કુંવરીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 90 લિટર આથો તથા તૈયાર 25 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 7250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (28) રહે. ભગવતી ચેમ્બરની બાજુમાં ત્રાજપર વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News