મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ખેલે ભી ખીલે ભી: મોરબીના ધારાસભ્યો-અધિકારીઓની હાજરીમાં સાયકલ રેલી યોજાઈ


SHARE







ખેલે ભી ખીલે ભી: મોરબીના ધારાસભ્યો-અધિકારીઓની હાજરીમાં સાયકલ રેલી યોજાઈ

મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખીલે ભી ની થીમ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ધારાસભ્યો અને અધિકારીઓની હાજરીમાં આ રેલીને શરૂ કરવામાં આવી હતી.

સાયકલ ઓન સંડેની થીમ સાથે લોકોને ફિટનેશ માટે જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજાઇ રહ્યા છે તેવામાં મોરબીમાં હોકીના જાદુગર એવા શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ રવાપર રોડ, સ્વાગત ચોકડી, ઉમિયા સર્કલ અને શ્રી સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેશન પાસે આ 7 કિમી લાંબી સાયકલ રેલી પૂરી કરવામાં આવી હતી આ સાયકલ રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડા અને વિરલ દલવાડી સહિતના અધિકારી સાયકલ રેલીમાં જોડાયા હતા. ખાસ કરીને મોરબીના લોકોમાં તંદુરસ્તી બાબતે જાગૃતિ ફેલાવવા તથા મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી જિલ્લા રમત ગમત કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે સાયકલ રેલી યોજીને લોકોને સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ રેલીમાં હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મનપાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, જિલ્લા રમત ગમત અધિકારી રવિભાઈ રાઠોડ, પોલીસના જવાનો તેમજ DLSS ના રમતવીરો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.






Latest News