મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનારનું કોલેજમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનાર ખાસ BBA ના વિદ્યાથીઓ માટે  યોજાયો હતો.

સેમિનારમાં ખાસ મુંબઈથી સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી સ્વાતી કાપડિયા, નિષ્ણાત ટ્રેનર વિવેક પાટકી અને ગૌરવ મલ્હોત્રા  ઉપાસ્થિત રહ્યા હતા.આ દિવસ બે દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન સમયમાં અભ્યાસના સમયથી જ ગોલ સેટિંગ દ્વારા સફળ કારકિર્દીનું નિર્માણ કઈ રીતે થાય શકે અને આધુનિક મેનેજમેન્ટ અને નેતૃત્વના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત કારકિર્દી ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે એક સફળ અને કુશળ સંચાલક કઈ રીતે બની શકાય તે અંગેની તાલીમ આપવામાં  આવી હતી. આ કાર્યક્રમમાં BBA ફેકલ્ટીના વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અને કાર્યક્રમના અંતે ટ્રેનર તથા સંસ્થાને કોલેજ દ્વારા મેમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. આ તકે સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે  ટ્રેનર વિવેક પાટકી અને ગૌરવ મલહોત્રાનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News