મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો–બેટી પઢાવો દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવોબેટી પઢાવો દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં એમ.એસ. દોશી હાઈસ્કુલ ખાતે આજે નારી વંદન ઉત્સવસપ્તાહ અંતર્ગત બેટી બચાવો - બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીઓના હિત અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સશક્તિકરણ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, કિશોરીઓને પોક્સો એક્ટ તથા ગુડ ટચ,બેડ, PC-PNDT કાયદા, માસિક ધર્મ(મેનસ્ટ્ર્યુઅલ હાઈજિન) વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સ્ત્રીઓમાં માનસિક અને શારીરિક જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજનાઅંતર્ગત પાંચ લાભાર્થી દીકરીઓને મંજૂરીના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં જન્મેલી બાળાઓને દીકરી વધામણા કીટઆપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર તમામ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવી શકાય તે માટે મેનસ્ટ્ર્યુઅલ હાઈજિન કીટવિતરણ કરી આરોગ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટ ઉમંગ પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા જિલ્લા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ, એમ.એસ. દોશી વિધાલયના પ્રિન્સિપાલ બી.ડી.ગોપાણી, શિક્ષકગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News