મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી, વાંકાનેરના સરતાનપર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 15 શખ્સો રોકડ સાથે ઝડપાયા


SHARE







માળીયા (મી)ના ખાખરેચી, વાંકાનેરના સરતાનપર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 15 શખ્સો રોકડ સાથે ઝડપાયા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી, વાંકાનેર તાલુકાના સરતાનપર અને મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને 15 જેટલા શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ખુલ્લા પટમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજભાઈ બાબુભાઈ સિસણોદા (42), અજીતભાઈ વિઠ્ઠલભાઈ થરેસા (35), મુકેશભાઈ સોંડાભાઈ શંખેસરિયા (25), વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ સુરાણી (25), સોંડાભાઈ રવજીભાઈ શંખેસરિયા (59) અને રતિલાલભાઈ વિરજીભાઈ લાઘણોજા (64) રહે બધા ખાખરેચી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 15,830 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગજાભાઈ રામજીભાઈ સાતોલા (52) રોહિતભાઈ કેશુભાઈ કુવરીયા (27) અને લગધીરભાઈ મુસાભાઇ સોલંકી (53) રહે ત્રણેય ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2020 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રામજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ગેલાભાઈ ઝીણાભાઈ માણસુરીયા (30), નવઘણભાઈ જલારામભાઈ સિહોરા (37), કમલેશભાઈ પ્રેમજીભાઈ ફીસડીયા  (40), મનજીભાઈ છગનભાઈ સરાવાડીયા (39), આનંદભાઈ બાપભાઈ ગોહિલ (32) અને સહદેવભાઈ વેરશીભાઈ સરાવાડીયા (26) રહે બધા સરતાનપર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,510 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News