વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ


SHARE











ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ

ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલનો ટાવર ઉભો કરવા માટે જગ્યા ભાડે આપવામાં આવી છે જો કે, તે પ્લોટની બાજુમાં રહેતા લોકોને તે વાત ગમતી ન હોય તેના દ્વારા પ્લોટના માલિકના માતા-પિતાને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી તથા ધોકો અને ધારિયા લઈને આવીને ટાવરનું કામ અમે કરવા દેશું નહીં અહીંયાથી જતા રહો તમને આ ધોકા અને ધાર્યા વડે મારીને આ જ જગ્યામાં દાટી દઇશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આલાભાઇ દલાભાઈ ચાવડા (68) નામના વૃદ્ધે દિનેશભાઈ ભલાભાઇ સારેસા, ભલાભાઇ ગેલાભાઇ સારેસા, રતનબેન ભલાભાઇ સારેસા અને શારદાબેન દિનેશભાઈ સારેસા રહે. બધા લજાઈ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના દીકરા પ્રેમજી આલાભાઇની માલિકીનો લજાઈ ગામમાં ધોબીઘાટની બાજુમાં પ્લોટ નંબર 949 આવેલ છે જેમાં માસિક 12,500 ના ભાડા ઉપર ઇન્ડસ ટાવર્સ કંપની લિમિટેડને મોબાઈલનો ટાવર ઉભો કરવા માટે આપેલ છે જો કે, આ પ્લોટની બાજુમાં રહેતા દિનેશભાઈ અને ભલાભાઇને તે વાત ગમતી ન હોવાથી દિનેશભાઈ, ભલાભાઇ, અજયભાઈ સારેસા, રમેશભાઈ સારેસા, રતનબેન સારેસા અને શારદાબેન સારેસાએ તેઓના ઘર પાસે ભેગા થયેલ હતા અને રતનબેન તથા શારદાબેને ફરિયાદી તથા સાહેદ ફરિયાદીના પત્ની જયાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ દિનેશભાઈ સારેસા હાથમાં ધારિયું અને ભલાભાઇ ધોકો લઈને ફરિયાદી તથા સાહેદ પાસે આવ્યા હત આને કહ્યું હતું કે, “ટાવરનું કામ અમે કરવા દેશું નહીં અહીંયાથી જતા રહો તમને આ ધોકા અને ધારિયા વડે મારીને આ જ જગ્યામાં દાટી દઇશ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News