વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે આધેડ ઉપર છરી વડે હુમલો કરનાર યુવાનને ધારિયા, પાઇપ અને ધોકા વડે મારમાર્યો: સામસામી ફરિયાદ


SHARE











ટંકારાના લજાઈ ગામે આધેડ ઉપર છરી વડે હુમલો કરનાર યુવાનને ધારિયા, પાઇપ અને ધોકા વડે મારમાર્યો: સામસામી ફરિયાદ

ટંકારાના લજાઈ ગામે ગટરનું કામ અને મોબાઈલ ટાવર બાબતે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં છરી, ધારિયા, પાઇપ અને ધોકા વડે મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બે વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારાના લજાઈ ગામે રહેતા હસમુખભાઈ જીવાભાઇ ચાવડા (52)એ હાલમાં ગૌતમભાઈ ભલાભાઇ સારેસા રહે. લજાઈ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેગટરના કામ બાબતે લજાઈ ગામના સ્મશાન પાસે વાતચીત કરતા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે “તારો સાહેબ કોણ છે” જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, “તું ગ્રામ પંચાયત જઈને પૂછ” જેથી ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને ડાબા સાથળમાં છરીનો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ ફરિયાદીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જ્યારે સામાપક્ષેથી લજાઈ ગામે રહેતા ગૌતમભાઈ ભલાભાઇ સારેસા (37)એ અશોક જીવાભાઈ ચાવડા, પ્રિન્સ અશોકભાઈ ચાવડા, ઋત્વિક અશોકભાઈ ચાવડા, રોહિત પ્રેમજીભાઈ ચાવડા અને હાર્દિક નરેશભાઈ ચાવડા રહે. બધા લજાઈ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ટંકારાના વીરપર ગામના બસ સ્ટેશન પાસે આરોપી અશોક ચાવડાએ આવીને ફરિયાદીને કહ્યું હતું કે “તારા ઘરની સામે મોબાઈલનો ટાવર ઉભો કરવો છે તારાથી થાય તે કરી લેજે” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ ફોરવ્હીલ ગાડીમાં બાકીના ચારેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને પ્રિન્સ ચાવડાએ લાકડાના ધોકાથી, ઋત્વિક ચાવડાએ લોખંડના પાઇપથી અને હાર્દિક ચાવડાએ લોખંડના ધારિયા વડે ફરીયાદીને માર માર્યો હતો જેથી ફરિયાદી યુવાનને માથાના ભાગે છ ટાંકા આવ્યા હતા અને જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીશરૂ કરેલ છે આ બનાવની આગળની તપાસ આર.એન. કંઝારીયા ચલાવી રહ્યા છે






Latest News