મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ સિરામિકના કારખાનામાં પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમાં સફાઈ કરતા સમયે યુવાનો હાથ ફસાઈ ગયો હતો ત્યારબાદ તેને હાથ અને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘૂટું ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઇટો સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાસી અંકિતકુમાર નારણસિંહ ઉર્ફે નારણપ્રસાદ કુશવાહ (20) નામનો યુવાન કારખાનામાં આવેલ પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમાં કચરો સાફ કરવા જતા સમયે તેનો હાથ ફસાઈ ગયો હતો અને ત્યારબાદ તેને હાથ અને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ અમિતકુમાર નારણસિંહ ઉર્ફે નારાયણપ્રસાદ કુશવાહ (19) રહે. હાલ આસ્ટિકા સિરામિકના લેબર ક્વાર્ટરમાં બેલા મૂળ રહે. બિહાર વાળાએ જાણ કરતાં તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ પ્રજાપતિ ટાઇલ્સ ખાતે રહેતા ગૌરીબેન કિશોરભાઈ કોરડીયા (46) નામના મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને વીસીપરામાંથી જઈ રહ્યા હતા ત્યારે નોતિયાર ટી સ્ટોલ પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી મહિલા રસ્તા ઉપર નીચે પડતા તેને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News