મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ લૂંટ કરનારા પાંચ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ લૂંટ કરનારા પાંચ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોને માર મારીને તેની પાસેથી રોકડા રૂપિયા સહિતના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા બે પૈકીનાં એક યુવાનની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તાલુકા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા 25 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વેલેંજા કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પાકો રામુભાઈ મુંદરિયા (45) એ લૂંટની અજાણ્યા 6 શખ્સો સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તે કારખાન પાસે હરિભાઈની દુકાને ચા લેવા ગયા હતા ત્યારે ત્રણ બાઈકમાં 6 શખ્સો આવ્યા હતા અને ગાળો આપીને માર માર્યો હતો તેમજ રૂપિયા ન આપે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં રોકડા 30,000 રૂપિયાની લૂંટ કરીને આરોપી નાસી ગયા હતા આવી જ રીતે અમરેલી રોડ ઉપર વિશ્વરાજસિંહ જાડેજા નામના યુવાનને માર મારીને તેની પાસેથી 20 હજાર રૂપિયા રોકડાએક સોનાનો ચેન અને બાઈકની ચોરી કરી હતી જેથી અજાણ્યા 6 શખ્સો સામે બે લૂંટનો ગુનો નોંધાયેલ હતો.

જે ગુનામાં પોલીસે આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર, સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા રહે. બધા જ માળીયા વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી ત્રણ બાઇક, 40 હજાર રોકડા આમ કુલ 1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ આરોપીઓએ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીના આગમી તા 25 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જો કે, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે.






Latest News