મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામ પાર્કમાંથી દવા લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE







મોરબીના રામ પાર્કમાંથી દવા લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ રામ પાર્કમાં રહેતા પરિવારની દીકરી ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળી હતી ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી ગુમ થયેલ યુવતીના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા પોલીસે તેની નોંધીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

મૂળ રાજકોટના ખોરાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલ સિરામિક કારખાના પાસે આવેલ રામપાર્કમાં રહેતા નિલેશભાઈ નારણભાઈ સોલંકી (50) નામના આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી સવિતાબેન નિલેશભાઈ સોલંકી (24) ગુમ થઈ હોવાની ગુમ સુધા ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી સવિતાબેન ઘરેથી દવા લેવા જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે થઈને તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા નાયક હસમુખભાઈ ભુપતભાઈ (19) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે પ્રથમ જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

મોરબીના વિજયનગરમાં રહેતા ઉમરભાઈ ઇલિયાસભાઈ સુમરા (48) નામનો યુવાન જાંબુડીયા અને રફાળેશ્વર ગામ નજીક હતો ત્યારે ત્યાં તેને સાપ કરડી જતાં યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની  તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News