મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE







મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળને બાતમી મળી હતી તે મુજબ પીપળીયા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની બોલેરો નીકળતા તેને અટકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી શાકભાજીના કેરેટોની નીચે દસ જેટલા પાડા ક્રુરતાપૂર્વક બાંધીને કતલના ઇરાદે લઈ જવામાં આવતા હોવાનું ધ્યાને આવતા ગૌરક્ષકો દ્વારા બે ઇસમોને પકડવામાં આવ્યા હતા અને બંનેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળેલ  કે કચ્છ બાજુથી મોટા પ્રમાણમાં બોલેરો પીકપ ગાડીમાં ઉપરના ભાગે શાકભાજીના કેરેટ ગોઠવીને નીચે પાડા ભરીને કતલ કરવા લઈ જવામા આવતા હોય તેવી હકીકત મળતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષકો પીપળીયા ચોકડીએ વોચમાં બેઠા હતા ત્યારે કચ્છ માળીયા બાજુથી બોલેરો નંબર જીજે ૧૨ સીટી ૬૯૩૪ પસાર થતા તેને રોકીને તેમાં ચેક કરવામાં આવતા ભેંસ વર્ગના પાડા જીવ નંગ-૧૦ ને ક્રુરતાપુર્વક ટૂંકા દોરડાથી હલીચલી ન શકે તેવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરમીટ ન હોય વાહન સાથે મળી આવેલ બે ઇસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે કચ્છના કનૈયાબે ગામમાંથી આ પાડા ભરેલા છે અને જામનગર કતલ કરવા માટે લઈ જવામાં આવતા હતા તેવી કબુલાત આપી હતી.હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીના ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈશાક મામદઅલી જત (૨૪) અને અલ્તાફ નિઝામભાઈ જત (૨૦) રહે.બંને નાના સરાડા તા.ભુજ જી.કચ્છ ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધીને તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેડને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઇ બોરીચા, બજરંગ દળ મોરબી નગર અધ્યક્ષ ચેતનભાઇ પાટડીયા, પાર્થભાઈ નેસડિયા, રામજીભાઈ રબારી, મનીષભાઈ કંજારીયા, સાગરભાઇ, રાહુલભાઈ, સાવનભાઈ તેમજ લીમડી, ચોટીલા, ધાંગધ્રા, વિરમગામ, કચ્છ અને રાજકોટ ગૌરક્ષકોની ટીમનો સહયોગ રહ્યો હતો.






Latest News