મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં યુવાનનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા મેનેજરની ધરપકડ


SHARE







મોરબી નજીક કારખાનામાં યુવાનનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા મેનેજરની ધરપકડ

મોરબીના સોખડા ગામ નજીક આવેલ કારખાના મજૂરી કામ કરવા માટે યુવાન તેની પત્ની સાથે આવ્યો હતો અને તે યુવાનની પત્નીને કારખાનો મેનેજર ફોન તેમજ વિડીયો કોલ કરતો હતો જેની યુવાનને જાણ થઈ ગયેલ હતી જેથી યુવાન મેનેજરને ઠપકો આપવા માટે ગયો હતો ત્યારે મેનેજરે યુવાનને માર મારીને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ધનાળા ગામ પાસે આવેલ લેવેન્ટ લેમીનેટ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સુનીતાબેન રવિન્દ્રનર્મદા આહિરવાર (25) નામની મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન મિયાં રહે. મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના ભાઈ ગબ્બર દેવીપ્રસાદ આહિરવાર અને તેના પત્ની જ્ઞાની ઉર્ફે રાધિકા તથા બે બાળકો 15 દિવસ પહેલા મોરબીના સોખડા ગામ પાસે આવેલ રિબેકા લેમિનેટ નામના કારખાનામાં કામ માટે થઈને આવ્યા હતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીના ભાઈ અને ભાભી સાથે સંબંધ કેળવ્યો હતો અને ફરિયાદીના ભાઈની ગેરહાજરીમાં આરોપી તેની ભાભીને ફોન કોલ અને વિડીયો કોલ કરતો હતો જેની જાણ ફરિયાદીના ભાઈને થઈ ગયેલ હતી જેથી તે આરોપી ખુરશીદ આલમને ઠપકો આપવા માટે ગયો હતો ત્યારે આરોપીએ તેને માર માર્યો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી જેથી મૃતક યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાએટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી તેમજ તેની ટીમે આરોપી મહોમદખુરશીદ ઉર્ફે રાજખાન અસગરમિયાં આલમ (26) રહે. હાલ રિબેકા લેમિનેટ મોરબી અને મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News