મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામે ટ્રેનિંગ બાદ વતન આવેલા અગ્નિવીરનું કરાયું સન્માન


SHARE







વાંકાનેરના ભેરડા ગામે ટ્રેનિંગ બાદ વતન આવેલા અગ્નિવીરનું કરાયું સન્માન

વાંકાનેર ભેરડા ગામના વતની કોળી સમાજનું ગૌરવ કોબિયા રવીભાઈ રમેશભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા તળપદા કોળી સમાજ અને ગામ લોકો દ્વારા તેમના સ્વાગત માટે દેરાળા ગામે જયકાળિયા ઠાકર મંદિરે સામૈયાનું ભવ્ય આયોજન કરી સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મૂંધવા, પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ હકાભાઈ ધરજીયા, તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ સોલંકી, શહેર ભાજપ મહામંત્રી દિપકસિંહ, ગજેન્દ્રસિંહ, ભાજપ અગ્રણી સમીર કુરેશી સહિતના હાજર રહ્યા હતા તે તમામ મહેમાનોનું કોબિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા અગ્નિવીર જવાનો વિશે વિસ્તૃત માહિતી આપી અગ્નિવીર જવાન રવીભાઈ કોબિયા અને ગામ લોકો તથા સમસ્ત કોળી સમાજને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News