મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સોંપવામાં આવી મોટી જવાબદારી


SHARE







મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સોંપવામાં આવી મોટી જવાબદારી

ગુજરાત વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતની કડી અને વિસાવદર બે બેઠકો માટે ભાજપના આગેવાનોને વિશેષ જવાબદારીઓ પક્ષ તરફથી આપવામાં આવી રહી છે તેવા ભાગરૂપે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવેલ છે.

હાલમાં વિધાનસભાની બે બેઠક માટેની ચૂંટણી છે તેમાં ગુજરાતનાં લોકોની નજર વિસાવદર -૮૭ બેઠક પર છે કેમ કે, આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીના આગેવાનોને વિવિધ જવાબદારી આપીને હાલમાં વિસાવદર મત વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને વિસાવદર બેઠકમાં આવતી મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા સોંપવામાં આવેલ છે ત્યારે ભાજપને જંગી બહુમતી સાથે આ બેઠક ઉપરથી વિજય મળે તેના માટે સાગરભાઈ સદાતીયાએ તેઓને સોંપવામાં આવેલ જવાબદારીને સાંભળી લઈને હાલમાં ભાજપના પ્રચાર માટેનું સ્થાનિક આગેવાનો સાથે પ્લાનિગ કરી લીધેલ છે અને સરકારના વધુમાં વધુ કામથી લોકોને વાકેફ કરવા માટે તેઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.






Latest News