મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન સાથે કરાયેલ 20.57 લાખની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે


SHARE







મોરબીમાં યુવાન સાથે કરાયેલ 20.57 લાખની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે

મોરબીમાં યુવાનને ઘરે બેઠા ઓનલાઈન કામ આપીને કમાવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ વ્હોટ્સએપ તથા ટેલિગ્રામમાં વાતચીત કરી હતી અને યુવાન ઓનલાઇન જોબવર્ક કરે તેના રૂપિયા તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવતા હતા અને ત્યારબાદ યુવાનને 20,75,713  રુપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે એક આરોપીને પકડીને તેને જેલ હવાલે કરેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી પાર્કમાં સંગાથ-2 પેલેસ ફ્લેટ નંબર 601 માં રહેતા હાર્દિકકુમાર ગણેશભાઈ પનારા (28) નામના યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક વ્હોટ્સએપ યુઝર, બે ટેલિગ્રામ યુઝર અને જુદી જુદી બેંકના 16 એકાઉન્ટના ધારકો તેમ કુલ મળીને 19 સામે સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેને સીટી મોલમાં તેની આઇ.એસ.કે. ઇન્ટરનેશનલ નામની લોન કન્સલ્ટન્સીની ઓફિસ આવેલ છે અને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ઓનલાઈન જોબ વર્ક આપવાનું તેને કહ્યું હતું અને વ્હોટ્સએપ તથા ટેલિગ્રામમાં તેની સાથે વાતચીત કરી હતી અને આ ફરિયાદી યુવાનને ઘરે બેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ફરિયાદી ઓનલાઈન જે કામ આપવામાં આવતું હતું તેના રૂપિયા ફરિયાદીના એકાઉન્ટમાં તાત્કાલિક જમા કરાવી દેવામાં આવતા હતા ત્યાર બાદ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ મળીને 20,75,713 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને રોકાણ કરેલ રકમ તથા ફરિયાદીને લેવાની થતી રકમ તેને આપવામાં આવી ન હતી જેથી યુવાને વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેની તપાસ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી અને આ ગુનામાં આરોપી પિયુષ અમૃત ગર્ગ (26) રહે. જય અંબે એપાર્ટમેંટ નિકોલ અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ શખ્સ દ્વારા બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તે એકાઉન્ટ 50 હજાર રૂપિયા લઈને બીજા આરોપીને વાપરવા માટે આપી દેવામાં આવ્યું હતું જેથી આ એકાઉન્ટને ઓપરેટ કરનારા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News