મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક બોલેરો ધ્યાન રાખીને ચલાવવાનું કહેતા આધેડ સહિત બે વ્યક્તિ ઉપર લાકડી-પાઈપ વડે હુમલો: યુવાનને માથામાં હેમરેજ


SHARE







મોરબીના રંગપર નજીક બોલેરો ધ્યાન રાખીને ચલાવવાનું કહેતા આધેડ સહિત બે વ્યક્તિ ઉપર લાકડી-પાઈપ વડે હુમલો: યુવાનને માથામાં હેમરેજ

મોરબીના રંગપર નજીક વિરાટનગરથી આગળના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી બોલેરો ગાડી લઈને પસાર થઈ રહેલા બે શખ્સને ધ્યાન રાખીને ગાડી ચલાવવા માટે કહ્યું હતું જે તેઓને સારું નહીં લગતા લાકડી અને પાઇપ વડે હુમલો કરીને વ્યક્તિઓને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલા (50)એ હાલમાં મહેશ છનાભાઇ ભરવાડ રહે. મચ્છુનગર રફાળેશ્વર તથા એક અજાણ્યો માણસ આમ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રંગપર જેતપર રોડ ઉપર વિરાટનગર થી આગળના ભાગમાં આવેલ તરલ ઇન્ડિયન ઓઇલ પંપ પાસેથી આરોપી મહેશ તેના હવાલા વાળી બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 0713 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીએ તેને ગાડી ધ્યાન રાખીને ચલાવવા માટે કહ્યું હતું જે મહેશને સારું નથી લાગતા તેણે ફરિયાદી તથા સાહેદ યોગેન્દ્રસિંહ ઝાલા (37)ને ગાળો આપી હતી અને મારમાર્યો હતો ત્યારે મહેશભાઈએ લાકડી અને પાઈપા વડે ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો જ્યારે સાહેદ યોગેન્દ્રસિંહને માથામાં માર મારીને હેમરેજ જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માત
મોરબીના રાજપર ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા પરિવારની ફેના સંજયભાઈ દલસાણીયા નામની ૧૭ વર્ષની યુવતી શનાળાથી રાજપર જતી હતી.ત્યારે રસ્તામાં રામાપીરના મંદિર પાસે તેઓના બાઈકને ઠોકર લાગતાં પડી જતા ઈજા થઈ હતી જેથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના નગર દરવાજા પાસે આવેલ જમાદાર શેરીમાં રહેતા હમીદશા હાજીસા દિવાન નામનો ૪૭ વર્ષનો યુવાન બાઇક લઈને નવયુગ સ્કૂલ તરફ જતો હતો ત્યાં રસ્તામાં કાર હડફેટે ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.

આધેડ સારવારમાં
મોરબીના પંચાસર રોડ મહાવીરનગર સોસાયટીમાં રહેતા ટપુભાઈ ડાયાભાઈ નકુમ નામના ૫૨ વર્ષના આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.તેઓ ઘરેથી પગપાળા પંચાસર ચોકડીથી પંચાસર ગામ બાજુ જતા હતા ત્યાં અજાણ્યા બાઈક ચાલકે તેમને ઝપટે લેતા ઇજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News